મુંબઇઃ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. મંગળવારે રાત્રે ગોવિંદા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ ડૉક્ટરનો સંપર્ક કરીને તેમની સલાહ પર ગોવિંદાને કેટલીક દવા આપવામાં આવી હતી. પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ગોવિંદાના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે જણાવ્યું કે, ડોક્ટરની સલાહ લીધા પછી તેમને દવા આપવામાં આવી અને રાત્રે 1 વાગ્યે હોસ્પિટલની ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ
ગોવિંદા પર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યાં છે, રિપોર્ટ આવ્યાં પછી જ કંઇ ખબર પડશે. બિંદલે ગોવિંદાના સ્વાસ્થ્ય વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
તેમને પગમાં ગોળી વાગી હતી
ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવિંદાએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી ચલાવી હતી, જેના કારણે તેમને પગમાં ગોળી વાગી હતી. ગોવિંદાને જુહુ નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં કલાકોની સર્જરી બાદ તેના પગમાંથી ગોળી કાઢવામાં આવી હતી.
ગોળી કેવી રીતે લાગી હતી ?
હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી, ગોવિંદાએ કહ્યું, હું કોલકાતામાં એક શોમાં જઈ રહ્યો હતો અને સવારના લગભગ 5 વાગ્યા હતા. બંદૂક પડી ગઈ અને ગોળી વાગી ગઈ હતી. હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો અને પછી મેં જોયું કે મારા પગમાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું. અને ફરીથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
મહુડો આયર્ન, કેલ્શિયમ અને વિટામિન C થી ભરપૂર છે, જાણો - તે શા માટે આટલો ખાસ છે | 2026-07-15 09:33:47
સવારે ખાલી પેટે એક ચમચી અળસી ખાઓ, તમને મળશે આ અદ્ભભૂત ફાયદા | 2026-07-13 09:08:58
માત્ર આમલી જ નહીં, તેનાં પાન પણ ઔષધીય ગુણોનો ખજાનો છે ! જાણો તેના 7 મુખ્ય ફાયદાઓ વિશે | 2026-07-09 08:55:42
તમારા ચહેરા પર ચમક આવશે અને પેટ સાફ રહેશે, દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરી દેશે | 2026-07-06 09:10:33
બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા તુલસીનો ઉકાળો પીવો, જાણો તેની રીત | 2026-07-04 09:33:45