પાલનપુરઃ આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર ઠેકી અન્ય કાર અને બાઇક સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ અકસ્માતના પગલે પોલીસ દોડી ગઇ હતી.
મળતી માહિતી મુજબ પાલનપુર નજીક મંગળવારે મોડી રાત્રે આબુ રોડ તરફથી આવતી ફોર્ચ્યુન કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર ઠેકી ગઇ હતી અન્ય કાર તેમજ એક બાઇકને હડફેટે લીધા હતા.અકસ્માતમાં અન્ય કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા રામપુરા ગામના વતની સજજનસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ.ર1), વી.પી.સિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ.રર) અને હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.ર1) ના મોત નિપજયા હતા.
બનાવના પગલે પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમ દોડી આવી હતી ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઇ જવાયા હતા. ત્રણેય મૃતક યુવાન પાલનપુરના ગેરેજમાં કામ કરતા હતા. કામ પતાવી ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45