Sat,17 October 2026,5:06 am
Print
header

ભારતમાલા એક્સપ્રેસ વે પર અકસ્માત, સુરતના કામરેજ પાસે ડમ્પરની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોનાં મોત

  • Published By
  • 2026-09-25 12:33:22
  • /

સુરતઃ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો છે, ભારતમાલા એક્સપ્રેસ વે પર સુરત પાસે કામરેજ નજીક એક ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા તેમાં સવાર 4 લોકોનાં મોત થઇ ગયા છે.

આ ડમ્પર સાઇડમાં ઉભું હતુ અને તેની પાછળ સ્પીડમાં આવી રહેલી કાર ઘૂસી ગઇ હતી,આ અકસ્માતનો ભોગ બનનાર લોકો મુંબઈથી પાટણ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતા. તેઓ હેરિયર કારમાં મુંબઈથી નીકળ્યાં હતા,  

પ્રાથમિક વિગતો મુજબ, ડમ્પર ચાલકે અચાનક એર પ્રેશરની સમસ્યા ઊભી થવાના કારણે ડમ્પર રોડ પર ધીમું પાડીને ઊભું રાખ્યું હતું. ચાલક ખામી તપાસવા ઊભો રહ્યો હતો, તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી જ ઉભેલા ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch