Mon,09 December 2024,12:05 pm
Print
header

CGST વાપીના આ અધિકારી રૂ.40,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, જાણો વધુ વિગતો

વાપીઃ ફરી એક વખત સેન્ટ્રલ જીએસટીના એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે, છેલ્લા થોડા જ દિવસોમાં આ વિભાગનો લાંચનો બીજો કિસ્સો છે. યશવંત રાજેન્દ્ર ગેહલોત, ઉં.વ.25, સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગ્રુપ-બી), વાપી-1, ડીવીઝન-9, રેન્જ-6 તથા 6, નોકરીઃ સી.જી.એસ.ટી અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી,વાપીને 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવાય છે, આ અધિકારી મૂળ મધ્યપ્રદેશના થાના-બાણગંગાના રહેવાસી છે.

ટ્રેપિંગનુ સ્થળ: સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી બીજા માળે આવેલા રૂમ નંબર.216 માં જ આરોપીએ લાંચ લીધી હતી

ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હતા અને વર્ષ 2020- 21 ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી.ટેક્ષ ભરેલો હતો. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળતા ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇને આરોપી અધિકારીને મળ્યાં હતા.

આ નોટિસનો નિકાલ કરવા માટે ફરિયાદી પાસે 40,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આરોપી અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા હતા.

ટ્રેપિંગ અધિકારી: એસ.એન.ગોહિલ,
પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને એ.સી.બી. પો.સ્ટેશન તથા ટીમ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનિશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch