Mon,09 December 2024,12:31 pm
Print
header

ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા

ભાવનગરઃ આજે પણ એસીબીએ ભ્રષ્ટ સરકારી બાબુને લાંચના સકંજામાં લઇ લીધા છે, અ.હે.કો વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત,
નિલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર અને જિતેન્દ્ર અરવિંદ દવે (પ્રજાજન) રહે.વડવા ચોરા, ભાવનગરને રૂપિયા 50 હજારની લાંચના કેસમાં ફસાયા છે. જેમાં વિરભદ્રસિંહ ફરાર છે.

ફરીયાદીની વિરુદ્ધમાં ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજી કરી હતી, તે અરજી અન્વયે આરોપી પોલીસકર્મીએ જવાબ લખાવવા માટે ફરિયાદીને બોલાવ્યાં હતા. તે સમયે ફરિયાદી અને તેમની બહેન વચ્ચે સમાધાન થઇ ગયું હતુ. તેમ છંતા પોલીસકર્મીએ ગુનો દાખલ કરવાની ધમકી આપીને રૂપિયા માંગ્યા હતા.

હેરાનગતિ નહીં કરવા માટે આરોપીઓએ 70 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં પહેલા ગુગલ પેથી 20 હજાર રૂપિયા લઇ લેવામાં આવ્યાં હતા અને આજે બાકીના 50 હજાર રૂપિયા લેતા ખાનગી વ્યક્તિ એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ 3 ( ઇન્ટે.), અમદાવાદ

સુપરવિઝન અધિકારીઃ એ. વી. પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ 3 ( ઇન્ટે.), અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch