Wed,24 April 2024,3:50 pm
Print
header

વિપુલ ચૌધરીની વધશે મુશ્કેલીઓ, વહેલી સવારે ACB ની ટીમે ઘરે હાથ ધર્યું સર્ચ ઓપરેશન- Gujarat Post

ગાંધીનગરઃ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધશે. આજે વહેલી સવારે એસીબીની ટીમે વિપુલ ચૌધરીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 15 વર્ષ પહેલાના એક કેસ અંગે વિપુલ ચૌધરી સામે હાલ તપાસ ચાલી રહી છે. એસીબીની ટીમે ગાંધીનગરના માણસા રોડ પર આવેલા પંચશીલ બંગલો પર સર્ચ ઓપરેશન કર્યું છે.

એસીસીબીની કાર્યવાહી પહેલા વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ થઈ ગયો હતો.એસીબીની ટીમને કેશ રકમ પણ હાથ લાગી છે.રોકડ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટસ કે ફાઇલ  હજુ સુધી મળી ન હોવાનું સામે આવ્યું છે.

પાંચ દિવસ પહેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.કરોડ રૂપિયાના બોગસ વ્યવહારો મુદ્દે તેમના સીએની પણ ધરપકડ કરાઈ છે.

નાણાંકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયા છે, અર્બુદા સેના બનાવીને વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.ત્યારે જ વિધાનસભાની ચૂંટણી પહેલા ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે.અંદાજે 800 કરોડ રૂપિયાના કૌભાંડની તેમની સામે તપાસ ચાલી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch