Fri,19 April 2024,2:53 pm
Print
header

ગાંધીનગરમાં ACB એ ખનીજ ખાતાના કર્મચારીને રૂ.10 હજારની લાંચમાં ઝડપી લીધા- Gujarat Post

ગાંધીનગરઃ પાટનગરમાં એસીબીએ ટ્રેપ કરીને એક સરકારી કર્મચારીની ધરપકડ કરી છે. હિતેષ જીવાભાઇ ચૌધરી, જુનિયર ક્લાર્ક વર્ગ-3, ફ્લાઇન્ગ સ્કવોર્ડ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ બ્લોક.નં-15 જુના સચિવાલય, આરોપી પાસેથી એસીબીએ લાંચની રકમ રિકવર કરી લીધી છે, ફ્લાઇન્ગ સ્કોડ કચેરી, ભોય તળીયુ, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, બ્લોક.નં-15,  જુના સચિવાલયમાં જ આરોપીએ કર્મચારીએ આ લાંચની રકમ લીધી હતી.

ફરિયાદી છોટા ઉદેપુરમના ભુલવણ ગામમાં રેતીના સ્ટોકનો ધંધો કરે છે. 7 મહિના પહેલા ખાણ ખનીજ વિભાગનો ફ્લાઇન્ગ સ્ક્વોર્ડ રેતીના સ્ટોકની માપણી કરવા ગઇ હતી. બાદમાં ફ્લાઇન્ગ સ્ક્વોર્ડે ઓનલાઇન રેતીના સ્ટોકની તપાસ કરેલી, રેતીના આ સ્ટોકમાં તફાવત જણાયો હતો. જે બાબતની ફરિયાદીને નોટીસ આપેલી હતી. નોટીસમાં ભુલ હોવાથી તેમાં સુધારો કરવા તથા ચલણ આપવા પેટે આરોપીએ રૂ.15 હજારની લાંચ માંગી હતી, પહેલા 5 હજાર રૂપિયા આરોપી કર્મચારીએ લઇ લીધા હતા.

બાકીના રૂપિયા માટે આરોપી દ્વારા ફરિયાદી પર દબાણ કરાતું હતુ, જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને સરકારી બાબુને લાંચ લેતા પકડાવી દીધો છે. ટ્રેપીંગ અધિકારી, એસ.ડી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી પો.સ્ટે, સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. જો તમારી પાસે કોઇ સરકારી કર્મચારી લાંચ માંગે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch