Wed,24 April 2024,7:18 pm
Print
header

જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે શું છે કનેક્શન ? ACB એ મહેસાણામાં સહકારી અધિકારીને રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપ્યાં

સહકારી અધિકારી પાસે હાલમાં ચૂંટણીમાં રિટર્નિંગ અધિકારીની જવાબદારી છે

મહેસાણાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે મહેસાણામાં સહકારી વર્ગ-3 અધિકારી રાજેન્દ્ર પ્રતાપજી બ્રહ્મભટ્ટને રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે (દૂધ-જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મહેસાણા) એસીબીની ટીમે તેમની પાસેથી લાંચના 1 લાખ રૂપિયાની રિકવરી કરી છે. તેઓ હાલમાં વિસનગરની પાંચ બેઠકો પર રિટર્નિંગ અધિકારીની ફરજ બજાવી રહ્યાં છે. 

બનાવની વિગતવાર વાત કરીએ તો ફરિયાદીના પત્ની સવાલા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાના છે અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરાવવા વાંધા સાથે તેમના વિરોધીઓએ અરજી કરી હતી. જેમાં તેમનું ફોર્મ મંજૂર રાખીને તેમને મદદ કરવા ભ્રષ્ટ અધિકારીએ 1 લાખ રૂપિયા પોતાના અને અન્ય ઉચ્ચ અધિકારીની રકમ  2 લાખ રૂપિયા એમ કુલ 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, આખરે એસીબીએ વિસનગરમાં વિશ્રામ ગૃહમાંથી આરોપીને લાંચ લેતા ઝડપી લીધો છે. 

એચ.બી.ગામેત, પીઆઇ, ગાંધીનગર પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી 
એ.કે.પરમાર, ગાંધીનગર એકમ તથા તેમની ટીમે સાથે મળીને આ લાંચિયા અધિકારીને સબક શિખવી દીધો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch