Wed,24 April 2024,10:55 am
Print
header

પાલનપુરની સહકારી મંડળીઓના ઓડિટર રૂ. 50 હજારની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા- Gujarat Post

બનાસકાંઠાઃ લાંચિયા લોકો સામે એસીબી દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના પાલનપુરની સહકારી મંડળીઓના ઓડિટર એસીબીના સકંજામાં સપડાયા છે. ડીસામાં સહકારી મંડળીઓના ઓડિટર પ્રવીણ જોષીને રૂ. 50,000ની લાંચ લેતા પાટણ એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. દૂધ મંડળીનું વાર્ષિક મિલ્ક ઓડિટ કરવા માટે અરજદાર પાસે લાંચ માંગી હતી. ઓડિટમાં કોઈ ખામીઓ અને ભૂલો ન કાઢવા માટે આ લાંચ માગી હતી. ઓડિટર પ્રવીણ જોશીને પાટણ એસીબીએ લાંચ લેતા ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ કામના ફરિયાદી પોતાના ગામના ડેરીના સંચાલક છે અને હાલમાં ગામની ડેરીનું વાર્ષિક ઓડિટ મિલ્ક ઓડિટ સહકારી વિભાગ ઓફિસ પાલનપુર દ્વારા ચાલતું હતું અને તે ઓડિટમાં કોઈ ખામીઓ ના કાઢવા ના તથા હેરાનગતિ ના કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિતે ફરિયાદી પાસે રૂપિયા 50,000 ની લાંચની માંગણી કરી હતી. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.પાટણનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં લાંચના રૂ.50,000 સ્વીકારતા આરોપીને ઝડપી લીધા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch