Fri,19 April 2024,7:07 pm
Print
header

આરોગ્ય કર્મીઓની હડતાળ સમેટાયા બાદ ફરી બેઠક, કન્વીનરો, મુખ્ય હોદ્દેદારોને હાજર રહેવા ફરમાન- Gujarat Post

(file photo)

ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી તે હવે સમેટાઈ ગઇ છે અને આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં સમાવવા સંદર્ભે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ સામેલ હશે. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ ફરી એક વાર વિવાદ સર્જાયો છે.

આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજાનો પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે.આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં આરોગ્ય કર્મીઓની માંગો સ્વીકારાઈ છે. તેમ છતાં આ મામલો ફરી ગરમાયો છે.

સરકારે આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારતા આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ ફરીથી નવો વિવાદ ઊભો થયો છે. આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. જેમાં તમામ જિલ્લાઓના મુખ્ય કન્વીનરો તથા મુખ્ય હોદ્દેદારોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જો કે કયા કારણોસર આ બેઠક બોલાવવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઇ જાણકારી નથી. પરંતુ અહીં સરકાર સામે કોઇ નવી રણનીતિ તૈયાર થઇ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch