અમદાવાદઃ ફરીયાદી ગીફ્ટ આર્ટીકલ સપ્લાય કરવાનું કામ કરે છે અને આરોપી ASI રોશન કુમાર અનિલભાઇ ભુરીયા, નં.1 એસ.આર.પી ગૃપ-5 ગોધરા, ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળીનાં મંત્રી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ પોતાની મંડળીનાં સભાસદોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગીફ્ટ આર્ટીક્લ્સનો ફરીયાદીને ઓર્ડર આપ્યો હતો. જે-તે વખતે આરોપીએ થોડો ઘણો વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું.
તા.13-11-2025 નાં રોજ ફરીયાદીએ ઓર્ડર મુજબનાં ગીફટ આર્ટીકલ્સ મોકલી આપ્યાં હતા, ફરીયાદી દ્વારા તે અનુસંધાને રૂ.8.37,500 નું ચુકવણું કરી દીધેલ હતું. પરંતુ ચુકવણું કર્યા બાદ આરોપી ASI રોશન કુમાર અનિલભાઇ ભુરીયાએ ફરીયાદી પાસે બીલની કુલ રકમનાં 30 ટકા રૂ.2,51,000 લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી દ્વારા રકઝક કરી આરોપી રોશન કુમારના કહેવાથી તા.15-11-2025 નાં રોજ આરોપી ડામોર પ્રીન્સ ઉર્ફે વીકી મુકેશભાઇ, સુપરવાઇઝર (કોન્ટ્રાકટ બેઝ) સોલીડ વેસ્ટ કલેકશન વિભાગ, પૂર્વઝોન, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને રૂ.97,000 રોકડા આપ્યાં હતા અને રૂ.1.44,000 આપવાનો વાયદો હતો. પરંતુ ફરીયાદી આ લાંચના નાણાં આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બી કચેરીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી.
લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આરોપી રોશન કુમારની સૂચના મુજબ આરોપી ડામોર પ્રીન્સ ઉર્ફે વીકી ફરીયાદીની ઓફીસે આવીને હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ ઝડપાયા હતા.બંન્ને આરોપીઓને ફરજનાં સ્થળ A.M.C પાર્કીંગ, વિશાલા એસ્ટેટ ઓઢવ રીંગ રોડ ખાતેથી પકડી પાડવામાં આવ્યાં હતા.
ટ્રેપીંગ અધિકારી : ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3 (ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી.
સ્ટાફ મદદમાં: એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ
સુપરવિઝન અધિકારી : એ.વી.પટેલ મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
TechD Cyber Security એ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યાં, દેશવ્યાપી TECHD ONE રોડ શોની શરૂઆત કરી | 2026-07-16 20:07:19
રથયાત્રાના પવિત્ર દિવસે અમદાવાદમાં અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી | 2026-07-16 17:26:44
149 મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટ્યાં હજારો ભક્તો, સુરક્ષામા અનેક પોલીસકર્મીઓ ખડેપગે | 2026-07-16 11:52:50
ફરી લજવાઈ પાટણની પ્રભુતા, રૂ. 5 હજાર માટે વિધવાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવાયા | 2026-07-15 17:52:05