Thu,25 April 2024,11:07 am
Print
header

ભારતમાં કોરોનાનો નવો એપી સ્ટ્રેન જોવા મળ્યો, 15 ગણો વધુ ખતરનાક છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે કોરોના વાયરસનો એક નવો વેરીયન્ટ સામે આવ્યો છે. જેનુ નામ એપી સ્ટ્રેન છે તે આંધ્રપ્રદેશમાંથી શોધવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ભાષામાં તે N440K વેરીયન્ટ તરીકે ઓળખાય છે.આ વેરીયન્ટ 15 ગણો વધુ ખતરનાક છે જેને કારણે 3 થી 4 દિવસમાં જ લોકો બિમાર પડી જાય છે તે કુરનુલમાં સૌ પહેલા જોવાયો હતો અને તે ઝડપથી ફેલાય છે તેને કારણે દર્દી વધુ ગંભીર બની જાય છે.

એપી સ્ટ્રેન (AP Strain) એટલે N440K સ્ટ્રેનની શોધ પ્રથમ આંધ્રપ્રદેશના કુર્નુલમાં થઈ હતી. આ સ્ટ્રેન B1.617 અને B1.618 સ્ટ્રેન કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યું કે હાલ CCMBમાં અનેક સ્ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે.કયો સ્ટ્રેન કેટલો ખતરનાક છે તે ફક્ત CCMBના વૈજ્ઞાનિકો જ કહી શકશે. પરંતુ તે સાચું છે કે નવો સ્ટ્રેન મળ્યો છે.તેના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકો છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમજ વધુ લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે આ સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. જેને કારણે હવે ચિંતા વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch