Sat,20 April 2024,1:40 am
Print
header

અમદાવાદમાં આ તારીખથી ફરી દોડતી થશે AMTS અને BRTS બસો

અમદાવાદ: કોરોનાના કેસમાં થોડો ઘટાડો થતા અમદાવાદની AMTS-BRTS બસ સેવા 7 જૂન સોમવારથી શરૂ થઇ જશે. સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા હજારો લોકોને થોડી રાહત મળશે. કોરોનાને કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે શહેરની સીટી બસમાં રોજના આશરે 4 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેમા કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો પોતાની મુસાફરી માટે બસ સેવાનો લાભ લેતા હોય છે 18 માર્ચના દિવસે AMTS અને BRTS બંને સેવા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બંધ કરી દેવાઈ હતી. જે બાદ લોકોને રિક્ષામાં જવા માટે વધારે ભાડું પણ આપવું પડતું હતું. સોમવારથી AMTS, BRTS બસ સેવા શરૂ થતા લોકોને રાહત મળશે.

કોરોનાને કારણે AMTS, BRTS બસ સેવા બંધ હતી. કોવિડ નિયમો સાથે બસ સેવા શરૂ થશે. સાથે જ ગુજરાત એસ.ટી.બસમાં હવે મુસાફરી માટે વધુ છૂટ મળી છે. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણને કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. બીજી તરફ લોકડાઉનને કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch