Thu,25 April 2024,7:40 pm
Print
header

કોરોનાની રસી મુકાવો અને આઇફોન જીતો..તરૂણો માટે અમદાવાદ મનપા કરશે લકી ડ્રો- Gujarat post

24 જાન્યુઆરી સુધીમાં વેકસીન લેનાર વિદ્યાર્થીઓને મળશે લાભ 

 

અમદાવાદઃ મહાનગરપાલિકા(AMC)એ કોરોનાની રસી મામલે તરુણોને આકર્ષિત કરવાના હેતુથી એક નવી યોજના બહાર પાડી છે.જેમાં 15થી 17 વર્ષના વિદ્યાર્થીઓને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કરવા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. વેક્સીન લેનારા પાંચ તરુણોને AMC લકી ડ્રો કરીને iPHONE આપશે. 24 જાન્યુઆરી સુધીમાં વેકસીન લેનારા વિદ્યાર્થીઓને લાભ મળશે. 3 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધીમાં વેકસીન(Vaccine)લેનાર વિદ્યાર્થીઓનો લકી ડ્રો દ્વારા પસંદ કરાશે. કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે હાલ સૌથી મોટું હથિયાર હોય તો તે વેક્સિન છે.

અમદાવાદમાં વેક્સિનેશન માટે મનપા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનનો મનપાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી 95 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. 50 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાયા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી વેક્સિનનો પહેલો ડોઝ 45.75 લાખ અને બીજો ડોઝ 23.30 લાખ લોકોને અપાયો છે. 

જો કે હજુ એવા કેટલાક લોકો છે જે વેક્સિન લેવા માટે આવતા નથી.ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રસીકરણ મંદ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જેને કારણે કોરોના રસીકરણમાં વેગ મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch