Wed,16 September 2026,3:50 pm
Print
header

અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ

  • Published By
  • 2026-08-08 20:44:32
  • /
  • 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે પ્રતિ બિલ્ડિંગ રૂ.6,000 લેખે લાંચ માગવામાં આવી હતી
  • ACB  ટ્રેપનો કેસ થયના ઇતિહાસમાં કોઈ ક્લાસ-1 અધિકારીને સીધા જ બરતરફ કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી રૂ. 36,000ની લાંચ લેતા ભાવસિંહ ઝાલાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. કુલ 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે પ્રતિ બિલ્ડિંગ રૂ.6,000 લેખે આ લાંચ માગવામાં આવી હતી.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રોબેશન પિરિયડ પર રહેલા અમિત ડોંગરેને AMC દ્વારા સસ્પેન્ડ કરવાને બદલે સીધી જ નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ACBના ટ્રેપ થયા પછી કોઇ વિભાગ દ્વારા ક્લાસ-1 અધિકારીને સીધો જ બરતરફ કરાયો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ACB તપાસમાં થયેલા મુખ્ય ખુલાસા મુજબ,  બિલ્ડિંગ NOC રિન્યુઅલમાં ફાયર વિભાગનું મોટું રેકેટ સામે આવ્યું છે. ખાનગી સંસ્થાના ફાયર સેફ્ટી ઓફિસર (FSO) ઓનલાઇન અરજી કર્યા બાદ સ્થળ તપાસ પૂર્ણ કરાવી NOC એપ્રૂવ કરાવવા અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરતા અને લાંચના નાણાં મેળવતા હતા.

ACB એ ડોંગરેના ઘરેથી રૂ.1.10 લાખની રોકડ કબ્જે કરી છે. સાથે જ તેના ત્રણ બેંક એકાઉન્ટ અને એક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. ACBએ 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, કોર્ટે બંને આરોપીઓના 12 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ACB દ્વારા છેલ્લાં દોઢ વર્ષમાં અપાયેલી તમામ NOC અને વાંચ ગામ ખાતેની ફટાકડા ફેક્ટરીઓને આપેલી NOCની સઘન તપાસ શરૂ કરાઈ છે. હાલમાં ACB અમિત ડોંગરેના મોબાઈલ ડેટાના આધારે અન્ય કોઈ ડિવિઝનલ ફાયર ઓફિસરની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch