ખાડિયામાં મતદાનના પાંચ દિવસ પહેલા ભાજપે યોજેલી સભામાં હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા
અમદાવાદઃ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોમાં આજે એક એવો ચમત્કાર જોવા મળ્યો છે જેની કલ્પના ખુદ ભાજપના દિગ્ગજોએ પણ નહીં કરી હોય. જે ખાડિયા વોર્ડને દાયકાઓથી ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવતો હતો, ત્યાં વર્ષો બાદ કોંગ્રેસે ઇતિહાસ રચી દીધો છે.
વર્ષ 1972 પછી પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે. ભાજપની સ્થાપના બાદ આ પ્રથમ એવી ઘટના છે કે અહીં ભાજપના તમામ ઉમેદવારોએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ખાડિયાની જનતાએ પરિવર્તન પર મ્હોર મારતા કોંગ્રેસના આ ચારેય ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે. મીના નાયક,
બીરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણનો વિજય થયો હતો.
ભાજપના આ પરાજય પાછળ સ્થાનિક રોષ જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ ખાડિયા બચાવો આંદોલનની અસર: ખાડિયાની ઐતિહાસિક પોળોમાં થઈ રહેલા આડેધડ કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ભારે નારાજગી હતી. આ મુદ્દે ખાડિયા બચાવો આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મનાવવા મોકલ્યા હોવા છતાં સમાધાન ન થયું, જે અંતે ભાજપને ભારે પડ્યું.
બીજું મતદારોનું સ્થળાંતર અને ટેકનિકલ કારણ: કોમર્શિયલ બાંધકામો વધવાને કારણે ખાડિયાના મૂળ રહેવાસીઓ (જે ભાજપની મજબૂત વોટબેંક ગણાતી હતી) અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે. SIR (સેટલમેન્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) બાદ આશરે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું સૌથી મોટું ટેકનિકલ કારણ સાબિત થયું છે.
ત્રીજું સ્થાનિક પ્રશ્નો વિરુદ્ધ વિકાસનો દાવો: ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ અને વિકાસના નામે મતો માંગ્યા હતા, પરંતુ ખાડિયાની જનતા માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ બાંધકામો અટકાવવા એ પ્રાથમિક પ્રશ્ન હતો. કોંગ્રેસે જનતાની આ જ સંવેદનશીલ નસ પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.
આ પરિણામોએ સાબિત કર્યું છે કે જ્યારે સ્થાનિક પ્રશ્નોની અવગણના થાય છે, ત્યારે ગમે તેવો મજબૂત ગઢ પણ સુરક્ષિત રહેતો નથી.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26