Thu,21 May 2026,4:28 am
Print
header

AMC Elections Results: ભાજપની 158 બેઠકોની તોતિંગ બહુમતી, કોંગ્રેસને મળી ખાડિયાની સંજીવની

  • Published By
  • 2026-04-28 17:51:43
  • /
  •  ખાડિયામાં લાગેલો આંચકો BJP માટે આત્મમંથનનો વિષય
  •  54 વર્ષ જૂના ગઢ ખાડિયામાં પંજાનો પલટવાર

અમદાવાદઃ મહાનગરપાલિકા (AMC)ની 26 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 192 બેઠકોમાંથી ભાજપે 158 બેઠકો પર ભવ્ય જીત મેળવીને સત્તાના સૂત્રો જાળવી રાખ્યાં છે, જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જો કે, આ પ્રચંડ જીત વચ્ચે પણ ભાજપને તેના સૌથી મજબૂત ગઢ ગણાતા ખાડિયામાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદમાં ભાજપે સત્તા તો જાળવી રાખી છે, પરંતુ ખાડિયામાં લાગેલો આંચકો પક્ષ માટે આત્મમંથનનો વિષય બન્યો છે. અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં અનેક રસાકસી જોવા મળી હતી. ભાજપે 190, કોંગ્રેસે 185 અને આમ આદમી પાર્ટી (AAP) એ 151 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. 877 ઉમેદવારોના નામ રદ થયા હતા, જ્યારે 22 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 158 બેઠકો જીતતા શહેરમાં પોતાનો દબદબો વધુ મજબૂત કર્યો છે. આ પરિણામ શહેરી મતદારો દ્વારા ભાજપના પક્ષમાં મળેલા મજબૂત જનસમર્થનને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરી વિસ્તારોમાં ભાજપની વધતી લોકપ્રિયતા આ જીતથી વધુ સ્પષ્ટ થઈ છે.

આ જીત સાથે ભાજપે ગુજરાતના તમામ 15 નગરનિગમોમાં ક્લીન સ્વીપ કરી લીધો છે. રાજ્યના દરેક મુખ્ય શહેરમાં ભાજપે  પોતાની સત્તા જાળવી રાખી છે, જે તેની મજબૂત સંગઠનશક્તિ અને ચૂંટણી પ્રભાવ દર્શાવે છે. વિશ્લેષકોના મતે, વિકાસના મુદ્દાઓ, શહેરી સુવિધાઓ અને મજબૂત સંગઠનના કારણે મતદારોનો વિશ્વાસ ભાજપ તરફ રહ્યો છે. આ પરિણામો આવનારી ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch