Sat,20 April 2024,11:28 am
Print
header

અમદાવાદ મનપામાં ફરજ બજાવતા PIને લાંચ લેતા ACBએ ઝડપી લીધા, જાણો કેમ માંગી હતી લાંચ ?

ધાબા ઉપર લાંચ લેવા પહોંચ્યાં અને એસીબીની ટીમ ત્રાટકી 

અમદાવાદ: મનપાની ઢોર પાર્ટીના પીઆઈ ઢોર ન પકડવા અને કેસ ન કરવા લાંચ લેતા ઝડપાઇ ગયા છે. તેમણે હપ્તાના 10 હજાર અને દિવાળી બોનસ તરીકે 10 હજાર રૂપિયા માગ્યા હતા. ACBને ફરિયાદ મળી હતી કે દર મહિને ગાયો ન પકડવા અને છોડવાને લઇને અધિકારીઓ હપ્તા વસૂલે છે.

આ પ્રકારની ફરિયાદને આધારે ACBની  ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રખડતા ઢોર વિભાગમાં PI તરીકે ફરજ બજાવતા એફ.એમ.કુરૈશીને રૂ.10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. ACBએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઈનવન હોટલની અગાશી પર ટ્રેપ ગોઠવીને પીઆઇ કુરૈશીને લાંચ લેતાં ઝડપી પાડ્યા છે.

અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરની મોટી સમસ્યાઓ છે, છતાં કોર્પોરેશન કામગીરી કરતું નથી. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડે  છે. ગાયો નહીં પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ હપ્તા લેતા હોય છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch