અમદાવાદઃ ઘાટલોડિયાની નાલંદા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક કિરીટ પટેલ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીના કહેવા પ્રમાણે, તે આભા કાર્ડનું ફોર્મ સ્કૂલમાં લઈ જવાનું ભૂલી ગયો હતો, જેના કારણે શિક્ષક ગુસ્સે થઈ ગયા હતા અને તેમને તેના ગળા પર મુક્કો માર્યો હતો. હાલમાં જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીને મારનાર શિક્ષકની તપાસના આદેશ આપ્યાં છે.
આ મામલે વિદ્યાર્થીના માતા-પિતાનું કહેવું છે કે બાળકને માર મારવાની ફરિયાદ શાળામાં કરવામાં આવી હતી. પરંતુ શાળા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. દીકરો આભા કાર્ડનું ફોર્મ શાળાએ લઈ જવાનું ભૂલી ગયો હતો, આ કારણોસર તેને માર મારવામાં આવ્યો હતો. માર મારવાથી બાળકને ઈજા થઈ છે.
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, આભા કાર્ડનું ફોર્મ એક મહિના પહેલા સ્કૂલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ભર્યા પછી મેં તેને બીજા જ દિવસે શાળામાં જમા કરાવ્યું હતું. પરંતુ કેટલીક વિગતો ખોટી હોવાથી મને ફોર્મ પરત આપવામાં આવ્યું હતું. ત્યારપછી હું રોજેરોજ શાળાએ આવતો હતો અને તમામ વિગતો યોગ્ય રીતે ભરીને ફોર્મ લઈને આવતો હતો પરંતુ શિક્ષક દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવતું ન હતું.
દરમિયાન એક દિવસ અચાનક શિક્ષક કિરીટ પટેલે મારી પાસેથી ફોર્મ માંગ્યું. પરંતુ ભૂલથી હું ફોર્મ સ્કૂલ બેગમાં રાખવાનું ભૂલી ગયો હતો. આ કારણે જ શિક્ષકે પહેલા મને મુર્ગો બનાવ્યો હતો. આ પછી તેને માર પણ મારવામાં આવ્યો હતો. અગાઉ શિક્ષકે તેના બે મિત્રોઓને પણ વર્ગમાં બંધ કરીને માર માર્યો હતો.
શિક્ષક કિરીટ પટેલ દ્વારા 9મા ધોરણના વિદ્યાર્થીને મુક્કો મારવાના કિસ્સા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતથી વાકેફ છે. શિક્ષક કિરીટ પટેલે 9મા ધોરણના વિદ્યાર્થીને મુક્કો માર્યો હોવાના મામલાની માહિતી મળતાં જ એક ટીમને આદેશ આપવામાં આવ્યો હતો અને તપાસ માટે શાળામાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે હજુ સુધી વાલીઓ તરફથી કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તપાસ કરવામાં આવશે અને જો શિક્ષક દોષિત સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી કરી ધરપકડ - Gujarat Post | 2025-01-18 10:33:03
સોનાનું સ્મગલિંગ, અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું, એક પેસેન્જર પાસેથી ગાંજો પણ ઝડપાયો- Gujarat Post | 2025-01-17 12:19:42