આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા (ઉ.વ. 51) અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા (ઉ.વ. 47) સામે ACBએ કાર્યવાહી કરી
આણંદ: એસીબીએ મોટી ટ્રેપ કરીને બે મહિલા પોલીસકર્મીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 1 લાખ 10 હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ ચાલી રહી હતી. આ અરજીમાં ફરિયાદી તથા તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ આરોપી મહિલા ASIએ રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી.
આ અરજીની તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવતી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો ACBએ આણંદ રેલવે સ્ટેશન નજીક રેલવે ગોદી વિસ્તારમાં ટ્રેપ કરી હતી. જેમાં મહિલા ASIએ ફરિયાદી પાસેથી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારી હતી. અને ACB ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
મહીલા પોલીસ સ્ટેશન આણંદ ખાતે ફરજ બજાવતા (૧) WASI ગીતાબેન કમજીભાઈ દોઠા તથા (૨) WHC પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા રૂા. ૧,૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption pic.twitter.com/vZS6EkqvwB
— ACB Gujarat (@ACBGujarat) June 10, 2026
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15