(રાજ્યવેરા અધિકારી નિલેશ પટેલનો ફોટો)
એસીબીનો સપાટો, એક જ દિવસમાં ત્રણ લોકોને શીખવી દીધો શબક
સુરતઃ ગુજરાત એસીબીએ એક જ દિવસમાં ત્રણ ઓપરેશન પાર પાડ્યાં છે, આજે વધુ 3 લાંચીયા લોકોની ધરપકડ કરાઇ છે. સુરતમાંથી રાજ્યવેરા અધિકારી, મહેસાણાના બેચરાજીમાંથી સર્કલ ઓફીસર(નાયબ-મામલતદાર) અને ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયત કચેરીનો વી.સી.ઈ લાંચ લેતા ઝડપાયા છે.
GST અધિકારી એસીબીના હાથે ઝડપાયા
સુરતના એક વેપારી તેમના ધંધાનો નિયમિત ટેક્સ ભરે છે અને આ બાબતે તેમણે રીફંડ લેવાનું નીકળતું હતું. જેમાં રીફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે નિલેશ બચુભાઇ પટેલ હોદ્દો-(રાજ્યવેરા અધિકારી વર્ગ-2) એ રૂ.15000 ની માંગણી કરી હતી.. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને આધારે સુરતમાં રાજ્યકર ભવન, ચોથો માળ, ઘટક-61, રાજ્યવેરા અધિકારીની ચેમ્બરમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી અધિકારીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. 15000 સ્વીકારી હતી ત્યારે જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
નાયબ મામલતદાર એસીબીના હાથે ઝડપાયા
મહેસાણાના બેચરાજીમાં ફરીયાદીની વડીલોપાર્જીત જમીનમાં તેઓનું તથા તેઓના ભાઇનું નામ દાખલ કરવા તેઓના પિતાએ ઓનલાઇન અરજી કરી હતી, જે બાબતે તેઓ ભૂપેન્દ્રકુમાર પુંજાભાઇ પરમાર, સર્કલ ઓફીસર(નાયબ-મામલતદાર)ને રૂબરૂ મળ્યાં હતા. તેમણે રૂ.50000 ની લાંચની માંગણી કરી હતી અને રકઝકને અંતે રૂ.10,000 ની રકમ નક્કી થઈ હતી. લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં લાંચની રકમ રૂ. 7,500 લેતા નાયબ મામલતદાર ઝડપાયા હતા.
મગોડી ગ્રામ પંચાયતમાં પણ એસીબીની ટ્રેપ
ગાંધીનગરની મગોડી ગ્રામ પંચાયતનો વી.સી.ઈ વિશાલ રોહિતજી ઠાકોર લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. ગ્રામ પંચાયત કચેરીના VCE દ્વારા ગ્રામ પંચાયત તથા સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી અર્થે આવતા ગ્રામજનો સામે બહાના કાઢી હેરાન પરેશાન કરીને રૂ. 100 થી 500 સુધીની લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જેને આધારે વોચ રાખીને લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.200 ની લાંચની માંગણી કરતાં સ્થળ પર પકડાયો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post | 2025-04-26 11:42:59
નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે છે અને અમારી સુરક્ષાનું શુંઃ મૃતકના પત્નિ કાજલબેને પાટીલ સામે ઠાલવ્યો રોષ | 2025-04-24 11:39:27
Acb એ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ ફીશરીઝને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો | 2025-04-19 18:52:57
પરિવારે શેરબજારમાં પોતાની બધી બચત ગુમાવી દેતા કરી આત્મહત્યા, લોન ચૂકવી ન શકતા ભર્યું આ પગલું | 2025-04-19 08:52:48
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48