Wed,16 July 2025,8:51 pm
Print
header

છત્તીસગઢ ACB ની મોટી કાર્યવાહી, રૂ. 50 હજારની લાંચ લેતા ક્લાર્કને રંગેહાથ ઝડપી લીધા

  • Published By Panna patel
  • 2025-06-17 08:43:35
  • /

છત્તીસગઢઃ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ 50,000 રૂપિયાની લાંચ લેવાના આરોપસર એક ક્લાર્કની ધરપકડ કરી છે. સોમવારે રાયપુરમાં આ કાર્યવાહી કરાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે, ACB ટીમે નવા રાયપુરમાં મેડિકલ એજ્યુકેશન ઓફિસમાં ક્લાર્ક ચવરામ બંજરેને 50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી.

તુકારામ લહરેએ ફરિયાદ નોંધાવી હતી

નિવૃત્ત લેબ ટેકનિશિયન તુકારામ લહરેની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હતી. લહરેએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે ચવરામ બંજરે તેમના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય બાકી રકમ ચૂકવવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગી રહ્યાં છે.

લાંચ લેતી વખતે સ્થળ પર જ પકડાઈ ગયો

ફરિયાદ મળ્યાં બાદ ACB ટીમે છટકું ગોઠવ્યું. સોમવાર ACB ટીમે ચવરામ બંજરેને તુકારામ લહરે પાસેથી ₹50,000 ની લાંચ લેતી વખતે સ્થળ પર જ પકડી લીધો હતો. બંજરેની ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch