Sat,08 August 2026,10:08 pm
Print
header

ACB એ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા, રૂ. 3,00,000 ની કરી હતી માંગણી

  • Published By Panna Patel
  • 2026-07-15 07:18:21
  • /

ભરૂચઃ ફરીયાદીના વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળનો ગુનો નોંધાતા તેમને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યાં હતા. બાદમાં ફરીયાદી જામીન પર છૂટતા તેમને પોતાનો ફોન પરત મેળવવા માટે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે આવીને અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ અ.હે.કો, વર્ગ-3, અંકલેશ્વર શહેર પોલીસ લાઈન અને સાગર કરણભાઈ ચાવડા, લો.ર.પો.કો ને મળ્યાં હતા આરોપીઓએ ફોન પાછો આપવા માટે રૂ. 3 લાખની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ એક સાથે આટલા રૂપિયાની વ્યવસ્થા નહીં થાય તેમ જણાવતા આરોપી અનિરુદ્ધે 1 લાખ રૂપિયાના ત્રણ હપ્તા બાંધી આપવાનુ જણાવ્યું હતુ, જેથી આ પ્રથમ હપ્તાના રૂ.1 લાખ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરીને ટ્રેપ ગોઠવી હતી

ટ્રેપ દરમિયાન ફરીયાદીની આરોપી અનિરુદ્ધભાઈ સાથે હેતુલક્ષી વાતચીત થઇ હતી અને આરોપી સાગર કરણભાઈ ચાવડાને પૈસા આપવાનુ જણાવ્યું હતું. આરોપી સાગર, અનિરુદ્ધ, જયદીપસિંહ પરમાર, અ.હે.કો. આ કામના ફરીયાદી પાસેથી રૂ.1 લાખ, પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કંટેઈનરમાં આવેલી ડી સ્ટાફની ચેમ્બરમાં લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. 

ટ્રેપીંગ અધિકારી: એમ.જે.શિંદે. પો.ઈન્સ. એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા સ્ટાફ. 

સુપર વિઝન અધિકારી: એ.એન.પ્રજાપતિ, ઈન્ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ. 

ઈન્ચાર્જ અધિકારી: આર.આર.ચૌધરી, ઈન્ચા, નાયબ નિયામકશ્રી, એ.સી.બી. વડોદરા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch