Sat,17 October 2026,5:14 am
Print
header

ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ

  • Published By
  • 2026-09-11 17:24:02
  • /

ગીર સોમનાથઃ ફરીયાદીને બેંકના લોનના કામ માટે વેરા પહોંચની જરૂરીયાત હોવાથી ધવલકુમાર ટાભાભાઈ ચાવડા, તલાટી કમ મંત્રીનો સંપર્ક કર્યો હતો. પ્રથમ રૂ.30,000 ની લાંચની માગણી કરી હતી. રકજકને અંતેે રૂ.8,000 આપવા જણાવ્યું હતું.

 

જે ફરીયાદને આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન ધવલના કહેવાથી આક્ષેપિત દિલીપ હરદાસ ભાઈ રામ, રહે. નરસિંહ ટેકરી, તાલાલા (પ્રજાજન) એ ફરીયાદી સાથે વાતચીત કરીને લાંચની રકમ આક્ષેપિત કપિલ રમેશ ભાઈ રામ, પ્રજાજને સહયોગ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં, માધવ કોમ્પલેક્ષ, તાલાલામાં સ્વીકારતા ઝડપી લીધા હતા.

 

ટ્રેપીંગ અધિકારી : એ.ડી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર, ગીરસોમનાથ એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch