Fri,20 September 2024,1:13 pm
Print
header

કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post

ગોધરાઃ લાંચિયા બાબુઓને સતત એસીબી સકંજામાં લઈ રહ્યું છે. તેમ છતાં કેટલાક બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પંચમહાલ જિલ્લામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા છે. કાલોલના કણેટીયા ગામના તલાટીને લાંચ લેતા એસીબીએ ઝડપ્યાં છે. ફરિયાદીએ બે નવા મકાનનું બાંધકામ કર્યુ હતુ. જે કામ પુર્ણ થતા મકાનની આકારણી કરીને રજીસ્ટરે નોંધ કરવાની હતી. નોંધણી કરવા માટે કણેટીયાના તલાટી વિઠ્ઠલ ઘનશ્યામભાઈ સોલંકીએ લાંચની રકમની માંગણી કરી હતી. તલાટી દ્વારા બંને મકાનની આકારણી કરવા માટે 7 હજાર રૂપિયાની માંગ કરી હતી. 

આ પછી તલાટીએ ફરિયાદીને ગત 13 સપ્ટેમ્બરે ફોન કરીને રૂબરુ બોલાવ્યો હતો. તે વખતે રૂપિયા 3500 રોકડા લાંચ પેટે લીધા હતા. બાકીની 3500 રૂપિયાની રકમ આપવા માટે મંગળવારનો વાયદો કર્યો હતો. જેને લઈને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં એસીબીએ છટકાનું આયોજન કર્યું હતુ. દરમિયાન તલાટી વિઠ્ઠલ સોલંકી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch