અમદાવાદઃ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ખાનગી રાહે ફરીયાદ મળી હતી.બાપુનગરમાં આવેલા ESIC મોડલ જનરલ (સરકારી) હોસ્પિટલમાં કર્મચારીઓને કરાર આધારિત નોકરી ઉપર રાખવા ESIC મોડલ જનરલ (સરકારી) હોસ્પિટલ સાથે કોન્ટ્રાક્ટ થયેલો, સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લિ.કંપની દ્વારા કર્મચારીઓની અલગ-અલગ કેટેગરી મુજબ નોકરી પર રાખવા માટે રૂ.30,000 થી રૂ.1,50,000 સુધીની ગેરકાયદેસર લાંચની માગણી કરતા હોવાની માહિતા મળી હતી.
જે આધારે ડિકોયરનો સહકાર મેળવીને વટવા જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ મેટ્રીક્ષ પ્લાઝા કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલા સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપનીની ઓફીસ નં.114 ખાતે, અમદાવાદમાં લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપનીની ઓફીસ ખાતે આરોપી પ્રમોદ શંકર પાંડે, હોદ્દો- ઓપરેશન મેનેજર, સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી, પ્રજાજને ડીકોયર પાસે લાંચ પેટ રૂ. 95,000 ની ગેરકાયદેસરની લાંચની માંગણી કરી હતી.
લાંચના નાણાં સ્વીકારતા તેમજ આરોપી પંકજકુમાર રાજકુમાર મિશ્રા, હોદ્દો- ઓપરેશન મેનેજર, સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપની, પ્રજાજન, રાજીવભાઇ કાલીકાપ્રસાદ શુકલા, પ્રજાજન અને જયેશકુમાર ધીરુભાઇ ચૌધરી, પ્રજાજને ગુન્હામાં એકબીજાની મદદ કરી હતી.
સાથેે જ સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લિ.કંપનીની ઓફીસના ટેબલના ખાનામાંથી રૂ.2,29,000 રોકડા મળી આવ્યાં હતા. આરોપી પ્રમોદ શંકર પાંડે અને પંકજકુમાર રાજકુમાર મિશ્રા જે હોટલમાાં રોકાયા હતા ત્યાં હોટલના રૂમની તપાસ કરતા આરોપીઓની બેગમાંથી રૂ.19,29,900 રોકડા મળીને કુલ રૂ. 21,57,900 રોકડ મળી આવી હતી.
ટ્રેપિંગ અધિકારી: ડી.બી.ગોસ્વામી, પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી બી, પો.સ્ટે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44