અમદાવાદઃ ફરિયાદીના સગાએ નેગોશિયેબલ કોર્ટ, લાલદરવાજા, અમદાવાદ ખાતે ફરીયાદ કરી હતી. જે અન્વયે નેગોશિયેબલ એક્ટની કલમ-138 મુજબના ત્રણ વોરંટ નીકળેલ જેની બજવણી કરવા સદર ગુનાના ફરીયાદી અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને વોરંટની બજવણી કરતા આરોપી કિશનકુમાર કાનદાશ અગ્રાવત, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, અમરાઈવાડી પોલીસ સ્ટેશને મળ્યાં અને વોરંટ આપી બજવણી કરવા વિનંતી કરી હતી.
તે સમયે આરોપી કિશનકુમાર તથા આરોપી કેતન જોષી (હોમગાર્ડ) બંનેએ વોરંટની બજવણી કરવા માટે રૂ. 3000 ની લાચની માંગણી કરી હતી અને તે લાંચના નાણાં આરોપી વિષ્ણુભાઇ કાશીરામ પટેલ, પ્રજાજને આપી દેવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
જે છટકા દરમિયાન આરોપી કિશનકુમાર અને આરોપી કેતન જોષીના કહેવાથી આરોપી વિષ્ણુ રૂ.3000 સ્વીકારતા ચંન્દ્ર સ્ટુડીયો, અમરાઈવાડી પોલીસ સ્ટેશન સામે, અમદાવાદમાં એસીબીએ પકડી પાડ્યો હતો. આરોપી કિશનકુમાર તથા આરોપી કેતન જોષી (હોમગાર્ડ) હાજર મળી આવ્યાં ન હતા.
ટ્રેપીંગ ઓફીસર: વી.ડી.ચૌધરી પો.ઇન્સ.અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે
સુપર વિઝન અધિકારી: એમ.એચ.પુંવાર મદદનીશ નિયામક એ.સી.બી, અમદાવાદ એકમ
ઈન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા નાયબ નિયામક એ.સી.બી. અમદાવાદ
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26