પંચમહાલઃ ફરીયાદીની વડીલો પાર્જીત જમીન આવેલ છે (વડીલોપાર્જિત મિલકત ત્રણ પેઢી સુધી કોપાર્સનરી (સમભાગી) મિલકત ગણાય) તેમાં ફરિયાદીના પિતાનું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોવાથી અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવ્યાં હતા.
ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરી હતી. જેની જાણ ફરિયાદીને થતા જે નોંધથી હક કમી થયેલ તે નોંધ પડાવવા સંલગ્ન કાગળો રજૂ થયેલા, તેની નકલો મેળવવા ફરિયાદીએ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. જે અરજી અન્વયે જરૂરી કાગળો કાઢી આપવા આરોપી અશોકકુમાર હરિપ્રસાદ જોશી હોદ્દો- પટાવાળા (કરાર આધારિત )રેકર્ડ શાખા કાલોલ મામલતદાર કચેરી કાલોલ. જી.પંચમહાલે રૂ.400 ની માંગણી કરી હતી.
પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર- 1064 ઉપર સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યાં વગર રૂ. 400 કાલોલ મામલતદાર કચેરી રેકર્ડ શાખાની ઓફિસ લાંચના લીધા અને તે ઝડપાઇ ગયો છે.
ટ્રેપીંગ અધિકારી : એચ.પી.કરેણ
પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. , ગોધરા તથા ટીમ
સુપરવિઝન અધિકારી : બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી., પંચમહાલ એકમ, ગોધરા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04
વડોદરા: એક યુવાન પાણી પીવા ગયો અને મગરમચ્છ તેને નદીમાં ખેંચી ગયો, તે વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો | 2026-05-08 09:39:36