Mon,13 April 2026,2:34 pm
Print
header

ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા

  • Published By Mahesh patel
  • 2026-04-08 10:37:12
  • /

સુરેન્દ્રનગરઃ ગુજરાત એસીબીએ બે લાંચિયાઓને ઝપેટમાં લઇ લીધા છે, જમીન નોધ પ્રામાણિક કરી આપવાના સુરેન્દ્રનગર જિલ્લામાં રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. વાડલા ગામની ખેત જમીનની નોંધ પ્રામાણિક કરી આપવા મામલે 50 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
 
નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર અને પટાવાળા તરીકે ફરજ બજાવતા કનકસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે ખેત જમીનની નોંધ કરનારે ACBને સમગ્ર બાબતે જાણ કરી હતી. આ મામલે ACBએ છટકું ગોઠવ્યું હતું અને 20,000 ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા હતા.

જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગ કરે છે તો તમે પણ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch