Sat,13 June 2026,2:36 pm
Print
header

ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ

  • Published By Mahesh patel
  • 2026-05-18 19:28:49
  • /

મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ ઉ.વ.53, હોદ્દો-આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર, વર્ગ-2, ઉધોગ ભવન, છઠ્ઠોમાળ, ગાંધીનગર ઝડપાયા

રૂપિયા 5 લાખની માંગણી કરી હતી અને 50 હજાર રૂપિયા લેતા એસીબીએ ઝડપી લીધા 

ફાયર સિસ્ટમનાં પ્રમાણપત્ર મામલે લીધી હતી લાંચ 

ટ્રેપનુ સ્થળ: ઘ-૨ સર્કલ, પટેલ આઈસ્ક્રીમ પાસે, 102 એ.એમ.ટી.એસ.બસસ્ટેન્ડ આગળ, જાહેર રોડ ઉપર, ગાંધીનગર

ગાંધીનગરઃ ફરીયાદી બાંધકામોનાં પ્રોજેક્ટોમાં પેશીવ ફાયર સિસ્ટમનું કામ કરતા હોય જે પેશીવ ફાયર સિસ્ટમનાં પ્રમાણપત્ર જે પ્રોજેક્ટ માલિક મારફતે આસી. ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર, ગાંધીનગર સમક્ષ રજૂ થાય છે, જે પ્રમાણપત્ર માન્ય રાખવા અને ઈશ્યૂં કરેલી એન.ઓ.સી. અંગે લાંચ માંગવામાં આવી હતી.
 
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપતા લાંચનુ છટકું ગોઠવતા આરોપી 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપિંગ અધિકારી: ડી.બી.વાળા, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ 

સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

ઈન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા નાયબ નિયામક, એ.સી.બી. ગુ.રા. અમદાવાદ

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch