Wed,24 April 2024,1:46 pm
Print
header

ACB નું ઓપરેશન, ધોળકાના મામલતદાર રુપિયા 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

ખેતીની જમીનમાં ફેરફાર માટે નાણાંની માંગણી કરી હતી

અમદાવાદઃ જિલ્લાના ધોળકા (Dholka) તાલુકાના બદરખામાં રહેતા ફરિયાદીએ તેમની બદરખામાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા અને ખેડૂતમાંથી બિન ખેડૂત કરેલી હતી.તેમણે ફરીથી આ જમીનને ખેતીની કરવા માટે ધોળકા મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. જે અરજી  મામલતદાર (mamalatdar) હાર્દિક ડામોર પાસે આવી હતી, જમીનને ખેતીની કરવા માટે તેમણે ફરિયાદી પાસેથી રુપિયા 25 લાખની (bribe)માંગણી કરી હતી. જે માટે તેમણે તેમના વતી વહીવટ કરતા જગદીશ પરમાર નામના વ્યક્તિ સાથે વાત કરાવી હતી. જો કે ફરિયાદી આ માટે નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીની ઓફિસમાં જાણ કરી હતી.

જેને આધારે મંગળવારે ધોળકા મામલતદાર કચેરી ખાતે એસીબી દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતુ. એસીબીના મદદનીશ નિયામક જી વી પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે વાય વ્યાસ ટ્રેપમાં જોડાયા હતા, મામલતદારને રુપિયા 20 લાખ લેતા અને ખાનગી વ્યક્તિને રુપિયા પાંચ લાખની રોકડ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યાં હતા. હવે એસીબી(ACB) દ્વારા આ અંગે વિશેષ તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં મામલતદારની મિલકતો, બેંક  એકાઉન્ટ અને અન્ય વિગતો મેળવવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં આટલી મોટી લાંચનો મોટો કેસ સામે આવતા અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch