Thu,25 April 2024,10:42 pm
Print
header

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 10 ઉમેદવારો કર્યાં જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ? Gujaratpost

વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાશે

આમ આદમી પાર્ટીએ જાણીતા ચહેરા પર રમ્યો દાવ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે. આમ આદમી પાર્ટીએ અત્યારથી જ પોતાના 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે પહેલાં જ ઉમેદવારોની યાદી બહાર પાડી આમ આદમી પાર્ટીએ તમામને ચોંકાવ્યાં છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.

ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી આ યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ યાદી જાહેર થઈ છે, તેમાં 10 ઉમેદવારોની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે યાદી જાહેર કરાઈ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch