અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે રાજ્યના રાજકારણમાં ત્રિપાંખિયા જંગના એંધાણ છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, AAP તમામ સીટો પર મજબૂત અને જનતાના પ્રતિનિધિ બની શકે તેવા ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે. 10 માર્ચથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થશે. આ પ્રક્રિયામાં પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને સમર્થકોનો અભિપ્રાય લેવામાં આવશે. જે લોકો ચૂંટણી લડવા ઈચ્છે છે, તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના સત્તાવાર દાવેદારોની યાદી જાહેર કરશે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ખૂબ સંઘર્ષ કરી રહી છે અને જનતા હવે પાર્ટીને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.
— AAP Gujarat (@AAPGujarat) March 7, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી 10 માર્ચથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થશે, 10-15 માર્ચ સુધી આ પ્રક્રિયા જુદા જુદા… pic.twitter.com/Nh8rQifgwh
ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માહિતી આપતા જણાવ્યું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનું સમાપન થવાનું છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ એક વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવશે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19