જૂનાગઢઃ આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા જિગીષા પટેલે જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર જિલ્લા પંચાયત હેઠળ આવતા આણંદપુર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાળુભાઈ ભાદરકા સાથે બેઠક કરી હતી અને ગામમાં ચાલતી રાજકીય ખેંચતાણ અને ગુંડાગીરી સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરીને મોટો હુંકાર કર્યો હતો. બીજી તરફ, ભાજપના નેતા દિનેશ મૈતરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો હતો.
આણંદપુર ગામે જિગીષા પટેલે ભારતીય જનતા પાર્ટી પર સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડુંગરપુર જિલ્લા પંચાયત હેઠળ આવતી બગડું તાલુકા પંચાયતમાં 9 સીટો ભાજપ અને 9 સીટો આમ આદમી પાર્ટી જીતીને આવી છે. બંને પક્ષો સરખી સીટો પર હોવાથી જ્યારે તાલુકા પ્રમુખની વરણી કરવાનો સમય આવ્યો ત્યારે સત્તાધારી પક્ષના નેજા હેઠળ તંત્રએ કાવતરું ઘડીને અમારા આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારને ખોટા કેસમાં ફસાવીને જેલ હવાલે કરી દીધા. તેમણે ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે જ ભાજપે રાજકીય નાટક ઊભું કર્યું હતુ.
કહ્યું કે હું આજે આણંદપુર ગામની મુલાકાતે આવી ત્યારે મને ગામ લોકો પાસેથી જાણવા મળ્યું કે આ આખી ભવાઈ પાછળ એક જ માણસનો હાથ છે, અને તે છે દીનો.. આ દીનિયો આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથે છે અને ધાક-ધમકીથી પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. એ દીનિયાને મારે એટલું જ કહેવું છે કે, માપમાં રહે તો સારું. મારે ગામમાં અહીં સુધી ઊતરવું ન પડે, એટલું દીનિયા તું ધ્યાન રાખજે.
જે બાદ ભાજપના જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશ મૈતરે જણાવ્યું કે, એક બહેને મારા વિશે ખોટી માહિતી આપતો અને મારા ગામ આણંદપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. કદાચ એ બહેનને મારા વિશે સાચી માહિતી નહીં હોય, પણ મને એનું કોઈ દુઃખ નથી; કારણ કે સમાજમાં જ્યારે તમે સારા કામ કરો છો, ત્યારે વિરોધીઓ પણ ઊભા થાય જ છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
પાણી માટે રૂ.12 લાખ, બપોરના ભોજન માટે રૂ. 20 લાખ.. 3 દિવસના ડિમોલિશન દરમિયાન અધિકારીઓનું રૂ. 46 લાખનું ખર્ચા પાણી બિલ | 2026-06-26 17:54:23
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા | 2026-06-24 09:56:40
મોરબી વીજપોલ વિવાદ: ખેડૂતોના ઉપવાસ વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ? | 2026-06-22 18:33:20
મોરબીઃ ભાજપ સરકારના વિરોધમાં 15 ખેડૂતોએ કરાવ્યું મુંડન, હાઈટેન્શન લાઈનના વિરોધમાં 9 ખેડૂતો આમરણ ઉપવાસ પર | 2026-06-20 17:44:11