Sun,08 September 2024,1:11 pm
Print
header

AAP નેતા ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર પ્રમોશન મળ્યાંની વાતનો વિવાદ વધ્યો, અમદાવાદ પોલીસે આપ્યો જવાબ

અમદાવાદઃ શહેર પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપવાનો ઈન્કાર કર્યો છે. અમદાવાદ પોલીસે જણાવ્યું કે AAP નેતા ગોપાલ ઇટાલિયાએ 2015માં કોન્સ્ટેબલની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. પોલીસમાં પ્રમોશન આપવાનો મીડિયાનો અને અન્ય લોકોનો દાવો ખોટો છે. ઇટાલિયાએ તે પત્ર યોગ્ય રીતે વાંચ્યો નથી, જેના આધારે તેઓ રાજ્ય સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. જે પત્ર જારી કરવામાં આવ્યો છે. તેમના નામની આગળ કોઈ પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ નથી, તેથી તેમને કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી.

આ પ્રમોશન માટેનો આદેશ નથીઃ પોલીસ

ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળની પોલીસે નોકરી છોડ્યાં પછી પણ તેમને પ્રમોશન આપ્યું હતું. ઇટાલિયાએ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. અમદાવાદ પોલીસે ગોપાલ ઈટાલિયાના દાવાને ફગાવી દીધો છે. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે જે દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યાં હતા. તે દસ્તાવેજ મૂલ્યાંકન પ્રક્રિયાનો ભાગ હતો, પ્રમોશન ઓર્ડરનો નહીં

દસ્તાવેજનો હેતુ શું હતો ?

અમદાવાદ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે તાજેતરમાં અમદાવાદમાં 137 હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલની જગ્યા પર બઢતી આપીને તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રમોશનની સુવિધા માટે 887 નામોની હાલની યાદીના આધારે વિગતો માંગવામાં આવી હતી. જે પ્રમોશન પ્રક્રિયાનો નિયમિત ભાગ છે. આ કર્મચારીઓ સામે પ્રમોશન માટે વિભાગીય પૂછપરછ કે કેસ પેન્ડિંગ છે કે કેમ તેની 48 કલાકમાં માહિતી માંગતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

કોઈ પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ નથી

આ યાદીમાં 11 જાન્યુઆરી, 2012 સુધી વિભાગમાં જોડાયેલા તમામ પોલીસ કોન્સ્ટેબલોના નામ સામેલ હતા. ગોપાલ ઈટાલિયા 2012માં પોલીસ દળમાં જોડાયા ત્યારથી તેમનું નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેમના નામ સામે કોઈ પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું નથી .સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ ખોટા અને પાયાવિહોણા છે. એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરેલા પત્રને યોગ્ય રીતે વાંચ્યો નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch