Wed,16 July 2025,8:57 pm
Print
header

ગુજરાત અને દિલ્હીના AAPના નેતાઓની ભાજપના નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠઃ ઉમેશ મકવાણા

  • Published By Dilip patel
  • 2025-06-30 13:13:13
  • /
  • મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એક તરફી છે: ઉમેશ મકવાણા
  • ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં હોવાનો દાવો

અમદાવાદઃ વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપમાં વિવાદ શરૂ થયો છે. વિધાનસભા આપના દંડકપદેથી અને આપમાંથી ઉમેશ મકવાણાએ રાજીનામુ ધરી દીધુ હતુ. આ ઘટનાની ગણતરીની મિનિટોમાં આપે શિસ્તભંગના પગલાં લઈને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં, હવે બોટાદના ધારાસભ્ય મકવાણાએ આપ સામે મોરચો માંડ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં છે. આ બધા માત્ર રાજકીય દેખાડો કરે છે. વાસ્તવમાં બધું ભાજપના ઈશારે ચાલે છે. તેમણે એવી ચિમકી ઉચ્ચારી કે, આગામી દિવસોમાં આપના ગુજરાત અને દિલ્હીના નેતાઓનું ભાજપના ક્યાં નેતાઓ સાથે રાજકીય કનેક્શન છે તેના નામો અને પુરાવા જાહેર કરીશ.

ઉમેશ મકવાણાએ કહ્યું કે, હું આપમાં રાષ્ટ્રીય નેતા છું. મને પ્રદેશ કક્ષાએ સસ્પેન્ડ કરી શકાય નહીં. મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એક તરફી છે. આ જોતાં મે અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે. હું તેમની સમક્ષ મારો પક્ષ મૂકીશ. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો ધરાર ઈન્કાર કરતાં ઉમેશ મકવાણાએ કહ્યું કે, હું ધારાસભ્યની ટર્મ પૂરી કરીશ.  

તેમણે એવો ધડાકો કર્યો કે, ગુજરાત અને દિલ્હીના નેતાઓની ભાજપના નેતાઓ સાથે રાજકીય સાઠગાંઠ છે. કમલમના ઈશારે જ ગુજરાત આપ ચાલી રહ્યુ છે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch