Thu,25 April 2024,11:41 pm
Print
header

આપને જોરદાર બીજો મોટો ફટકો, ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડી દીધી- Gujarat post

શું સરકારે મહેશ સવાણી પર કોઇ દબાણ ઉભુ કર્યું છે ?

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી(AAP) ને રાજ્યમાં વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણીએ (Maheshsavani) આમ આદમી પાર્ટી છોડી દીધી છે. સુરતના (Surat) જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે. તેમ તેમને જણાવ્યું છે. આ પહેલા આજે આમ આદમી પાર્ટી છોડનાર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે. 

મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપને પણ મોટી નુકસાનીનો ડર હતો.

'આપ'માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, 'મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે મને બે-બે ગોળી મારી દેવામાં આવે પરંતુ હવે મે નવી જમીન પસંદ કરી છે.

મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે, પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તેઓ આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે. જો કે હવે તેમને આમ આદમી છોડતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch