Fri,19 April 2024,9:08 pm
Print
header

પરિવર્તન જરૂરી, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં

દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી  રાજેન્દ્રપાલ ગૌતમે કહ્યું ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજો વિકલ્પ બનશે, રાજ્યમાં પરિવર્તન જરુરી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીને લઇને ભાજપ પેજ પ્રમુખ બનાવવાની કામગીરી કરી ચુકી છે.આમ આદમી પાર્ટી (AAP)  પણ હવે એક્શન મોડમાં છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં વેપારીઓ સાથેની બેઠક બાદ  શનિવારે દિલ્હી સરકારના કેબિનેટમંત્રી  રાજેન્દ્રપાલ ગૌતમ ગુજરાત (Gujarat)ના પ્રવાસે છે. તેમણે પ્રત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યાં હતા. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર (BJP government) એક ષડંયત્રના ભાગરુપે સરકારી શાળાઓને ખતમ કરી રહી છે.  જેમાં 6 હજારથી વધારે સરકારી શાળાઓને  (Government school) તાળા મારવાની તૈયારીઓ કરવામાં આવી છે. જેને કારણે ગરીબ અને પછાત બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે.  

દિલ્હીમાં કેજરીવાલ સરકાર શિક્ષણ પર વઘારે ખર્ચ કરીને સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતા પણ વિશેષ બનાવી રહ્યાં છે. તેમણે ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી  સામાન્ય માણસ માટે સરકારને કોઇ ચિંતા નથી. હવે આમ આદમી પાર્ટી લોકો સુધી સત્યને ઉજાગર કરવા સોશિયલ મીડિયા પર ભાર મુકશે, આ માટે સોશિયલ મીડિયા ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે ગુજરાતમાં 20 વર્ષ જુની રાજકીય ગંદકીને દુર કરવી જરુરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુને પસંદ કરીને ગંદકીનો સફાયો કરવો જરુરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch