Thu,25 April 2024,4:16 pm
Print
header

ગુજરાતને વધુ એક ગેરંટી, કેજરીવાલે 18 વર્ષથી ઉપરની મહિલાઓને મહિને 1 હજાર રુપિયા આપવાનો કર્યો વાયદો- Gujaratpost

આપ દ્વારા 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યાં છે

કેજરીવાલે આજે મહિલાઓ માટે પાંચમી ગેરંટીની કરી જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે.આ ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો છે. આપ દ્વારા 10 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક મહિનામાં ત્રણથી ચાર વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કેજરીવાલે પાંચમી ગેરંટી ગુજરાતની મહિલાઓ માટે આપી છે. કેજરીવાલે રાજ્યમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ રેવડી નથી લોકોનો અધિકાર-કેજરીવાલ

કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણીલક્ષી જાહેરાતો કરી ચુક્યા છે. ત્યારે આજે કેજરીવાલે બન્ને પોલિટિકલ પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનું સેટિંગ હોવાની વાત કરી. બાદમાં મફત વીજળી ત્યારબાદ 5 વર્ષમાં રોજગારી આપવાની ગેરંટી આપી. સાથે જ રેવડી અંગે કહ્યું કે કેટલાક લોકો આજે ફ્રી રેવડી કહે છે, આ રેવડી નથી જનતાનો અધિકાર છે. ત્યારે હવે આપની એક પછી જાહેરાતોથી ભાજપની ચિંતા વધી રહી છે.

કેજરીવાલની પાંચ ગેરંટી

- 10  લાખ યુવાઓને રોજગારી આપવામાં આવશે

- બેરોજગારોને માસિક 300 ભથ્થું અપાશે

- ગુજરાતમાં મફત વીજળી 300 યુનિટ

-આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને મહોલ્લા ક્લિનિક

- મહિલાઓને મહિને 1 હજાર રુપિયાની સહાય

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch