આમ આદમી પાર્ટી પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા મજબુત વિપક્ષની ભૂમિકા ભજવશે તેવી ખાતરી આપી
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local body election)માં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ આમ આદમી પાર્ટી (Aam Admi Party)એ ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે સક્રિય થવા માટે તૈયારીઓ શરુ કરી છે . આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતના અને ખાસ કરીને સુરતના મતદારો (surat voter's) નો આભાર માનતા કહ્યું કે સુરતમાં કોંગ્રેસના સુપડાં સાફ કરીને આમ આદમી પાર્ટી પ્રથમવાર જ ચૂંટણીમાં જીતી છે અને ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકામાં આવી ગઇ છે.આપ વતી કેજરીવાલે ખાતરી આપી છે કે આમ આદમી પાર્ટીના તમામ ચૂંટાયેલા ઉમેદવારો પ્રજાની અપેક્ષા પૂર્ણ કરશે અને પ્રજાના સ્થાનિક પ્રશ્નો માટે લડત આપશે. માત્ર સુરતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થશે. આગામી ચૂંટણીઓ પર હવે આપની નજર રહેશે.
સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે આમ આદમી પાર્ટી વર્ષ 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા (assembly election)ની ચૂંટણીને લઇને તૈયાર થઇ રહી છે.ખાસ કરીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગઢ સુરતમાં વિપક્ષ તરીકે પ્રસ્થાપિત થઇને સાબિત કરી દીધું છે કે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજકીય સમીકરણો બદલી દેશે.જો કે હાલ આમ આદમી પાર્ટીથી ભાજપને નહીં પણ કોંગ્રેસને વધારે નુકસાન થયું છે.પાટીલના ગઢમાં જે રીતે આમ આદમી પા ર્ટીએ રાજકીય એન્ટ્રી કરી છે તે જોતા આપ વિધાનસભામાં પણ મજબૂત વિપક્ષ બની શકે તેમ છે. જેની સામે ભાજપે પણ નવી રણનીતિના સંકેત આપી દીધા છે. જો કે હવે ગુજરાતની જનતા પણ માની રહી છે કે તેમને હવે કોંગ્રેસની જગ્યાએ આપ પાર્ટીનો વિકલ્પ મળતો દેખાઇ રહ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03