જૌનપુર: પ્રેમિકાની હત્યા કરીને તેના મૃતદેહના ત્રણ ટુકડા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, એન્કાઉન્ટર દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં બની હતી, જ્યાં 5 જુલાઈના રોજ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને એન્કાઉન્ટર બાદ આરોપીની ધરપકડ કરી હતી. તેના પગમાં ગોળી વાગી છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાની જાણ થતાં આરોપી તેની પ્રેમિકાના શરીરના બાકીના અંગોનો નિકાલ કરવા જઈ રહ્યો હતો. પોલીસને જોઇને આરોપી ભાગવાનો પ્રયાસ કરતા તેના પગમાં ગોળી મારી હતી.
પોલીસે તેની પાસેથી ગરાસા (લાંબા હાથાવાળું ભારે કાપવાનું હથિયાર), તેની પ્રેમિકાનો કપાયેલો પગ અને અન્ય વસ્તુઓ કબ્જે કરી છે. પોલીસની ગોળીબારમાં ઘાયલ થયેલા પ્રેમીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ ઘટના જૌનપુરના મરિયાહુ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપીની ઓળખ ભાવનગરના વતની ભૂપેન્દ્રભાઈ ખાખરિયાના પુત્ર હેમલ ખાખરિયા ઉર્ફે દિલીપ (ઉં.42 વર્ષ) તરીકે થઈ છે. તે હાલમાં ટીચર્સ કોલોનીમાં ભાડાના રૂમમાં રહેતો હતો.
મૃતકની ઓળખ વારાણસીના બાબતપુરની રહેવાસી રેશ્મા ખાતૂન ઉર્ફે સના તરીકે કરવામાં આવી છે. દિલીપ 4 જુલાઈની રાત્રે સનાને તેના ભાડાના રૂમમાં લાવ્યો હતો. સના અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાની શંકાને કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. તે જ રાત્રે વોટ્સએપ ચેટ્સ તપાસવા બાબતે આ વિવાદ વકર્યો હતો. આવેશમાં આવીને તેણે સૂતેલી સનાનું ગળું છરી વડે કાપી નાખીને તેની હત્યા કરી હતી.
ત્યાર બાદ તેણે તેના મૃતદેહના 3 ટુકડા કરી નાખ્યા હતા. પહેલા 2 ટુકડા જંગલમાં ફેંકી દીધા હતા અને બીજી રાતે પગ ફેંકવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50