Fri,19 April 2024,7:58 pm
Print
header

રાજ્યના ગૃહવિભાગ દ્વારા સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેનો સેમિનાર યોજાયો- Gujarat post

ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ હાજર

ગાંધીનગરઃ ગૃહવિભાગ તરફથી સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેનો સેમિનાર યોજાયો હતો. ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો હતો. ડિજીટલ ઈકોનોમી સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઈમના વધતા કેસને લઈને ડિજીટલ ઈકોનોમીમાં દુનિયાભરમાં ભય છે.

બિહાર અને અન્ય રાજ્ય ડિજીટલ ક્રાઈમના હબ બની રહ્યાં છે. આજે કોઈ દેશ ઈકોનોમીને પાડવી હોય તો કોઈ મિસાઈલ છોડવાની જરૂર નથી. માત્ર બેંકિગ સિસ્ટમ ડિજીટલ સિસ્ટમ બંધ થઈ જાય તો પણ તે ઈકોનોમી ઠપ થઇ જાય છે. ભવિષ્યના યુદ્ધ સાયબર યુદ્ધ હશે ત્યારે વધુ સતર્ક બનવાની જરૂર છે. કાર્યક્રમમાં રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારીઓ હાજર હતા.

ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ સામે જન જાગૃતિ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર ડીજી આશિષ ભાટિયા સહિત અધિકારીઓ હાજર હતા. રાજકુમારે આ કાર્યક્રમમાં કહ્યું કે ડિજિટલ ઇકોનોમી સાથે સાઇબર ક્રાઇમ વધી રહ્યાં છે જેને અટકાવવા જરૂરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch