ઉત્તર પ્રદેશઃ રામ મંદિરમાં ચઢાવાની ચોરીને લઈને દેશની જનતા સરકારને સવાલો કરી રહી છે, ત્યાં તો આ જ કૌભાંડીઓનું નવું એક કૌભાંડ સામે આવ્યુંં છે.
હવે, રામ મંદિરના નામે નકલી રસીદો જારી કરવાનો નવો કેસ સામે આવ્યો છે. આરોપીઓ આ બનાવટી રસીદોનો ઉપયોગ કરીને દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા.
આખો મામલો શું છે ?
આરોપીઓ પાસેથી મળેલી માહિતીને આધારે રામ મંદિરના નામે બનાવવામાં આવેલી દાનની એક જૂની અને નકલી રસીદ બુક પણ મળી આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ માત્ર દાનની રકમની ચોરી કરવાની જ નહીં, પરંતુ દાતાઓ પાસેથી પૈસા પડાવવા માટે વારંવાર રસીદો આપવાની વાત પણ કબૂલી છે.
જૂની રસીદ બુક મળી આવી
આરોપીઓ પાસેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની એક જૂની રસીદ બુક પણ મળી આવી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિર માટે દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતી, ત્યારે કોઈને શંકા ન જાય તે માટે ટીન્નુ યાદવ, લવ કુશ, કરુણેશ અનુકલ્પ અને અન્ય ધરપકડ કરાયેલા વ્યક્તિઓ આ રસીદો આપતા હતા. પોલીસ હવે આ રસીદોની ચકાસણી કરી રહી છે.
પોલીસ આરોપીઓને તેમના છુપાયેલા સ્થળે લઈ ગઈ
રામ મંદિરમાંથી ચઢાવાની ચોરી અંગેની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પોલીસ અનુલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા અને કરુણેશ પાંડેને તેમના છુપા સ્થળે લઈ ગઈ હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીની સામગ્રી કબ્જે કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આરોપીઓની બેંકમાં જમા કરાવવામાં આવેલી રકમ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરીની રકમનો ઉપયોગ કરીને તેમણે ખરીદેલી સંપત્તિ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.
જેલમાં પાંચ આરોપીઓની પૂછપરછ
પોલીસ અનુલ્પ મિશ્રા દ્વારા તાજેતરમાં ખરીદવામાં આવેલી મિલકતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેઓ તેના નવા ઘર અને વાહન અંગે તેની પૂછપરછ કરશે અને જરૂર પડશે તો આ સ્થળોની તપાસ કરવામા આવશે. અગાઉ, પોલીસે જેલમાં 5 આરોપીઓની પૂછપરછ કરી હતી.જેમાં અનેક મહત્વની બાબતો સામે આવી હતી.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50