અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનારા AMC ના નિવૃત કર્મચારી પર એસીબીએ સકંજો કસ્યો છે. કર્મચારીઓ દ્રારા કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીની કામગીરીમાં લોકોને હેરાન કરાતા હોવાની અનેક ફરિયાદો છે. તેવા સમયે જ એસીબીએ ટ્રેપ કરી છે.
વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1000 થી રૂ.10,000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની એ.સી.બી ને ફરિયાદ મળી હતી.
જે રજૂઆતને આધારે ડીકોયરનો સાથ- સહકાર મેળવીને લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાંચના છટકામાં આરોપી ગોવિંદ પરમાભાઇ ડાભી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી) એ લાંચ લીધી અને તેઓ ઝડપાઇ ગયા હતા, આરોપીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાંતચીત કરીને રૂ.4,000 ની લાંચની રકમ મકાન નં.એ/52- અંબિકાનગર સોસાયટી, વિરાટનગરમાં લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
ટ્રેપિંગ અધિકારી: ડી.એન.પટેલ, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
કણભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અને જી.આર.ડી જવાન આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-05-16 17:07:21
NEET પેપર લીક વિવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ | 2026-05-14 16:54:51