Sat,20 April 2024,5:43 pm
Print
header

અરવલ્લી: અચાનક ઘરમાં ભેદી ધડાકો થતાં યુવકનું મોત, 2 બાળકી અને મહિલા ઈજાગ્રસ્ત

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં એક ભેદી ધડાકામાં જાનહાનિના સમાચાર મળ્યાં છે જેમાં એક યુવકનું મોત થઇ ગયું છે. બે બાળકીઓ સહિત એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે બે બાળકીઓ અને મહિલાને હાલ શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જો કે આ ધડાકો શેના કારણે થયો છે તેનું કારણ હજુ અકબંધ છે. હાલમાં આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક ધોરણે પણ હજુ સુધી આ અકસ્માતને લઈને કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. ધડાકા બાદ આસપાસના લોકો અહીં ભેગા થઇ ગયા હતા હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch