Thu,21 May 2026,4:19 am
Print
header

સુરતના અલથાણમાં વિધર્મીએ સગીરાની છેડતી કરી, સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો

  • Published By Panna Patel
  • 2026-04-25 09:18:46
  • /

છેડતી કરનારા 4 લોકો હજુ પણ પોલીસ પક્કડથી દૂર હોવના સ્થાનિક લોકોના આરોપ

મહિલાઓએ પોલીસ અને ભાજપ હાય હાયના લગાવ્યાં નારા

સુરતઃ અલથાણ વિસ્તારમાં વિધર્મી દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટ્યો હતો. આ ઘટનાને પગલે મોડી રાત્રે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. 

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોએ ન્યાયની માંગ કરી હતી.

લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch