વોશિંગ્ટન: અમેરિકાના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલ (Gregory Michael) ના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી ફાઈઝર (Pfizer) ને જવાબદાર ઠેરવી છે. ડોક્ટર માઈકલે 18 ડિસેમ્બરના રોજ ફાઈઝરની રસી મૂકાવી હતી તેના 16 દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું.
રસી મૂકાવી તે પહેલા હતા સ્વસ્થ
ડોક્ટર ગ્રેગરી માઈકલના પત્ની હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ દાવો કર્યો છે કે રસી મૂકાવતા પહેલા પતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા એક્ટિવ હતા. રસી મૂકાવી તે અગાઉ તેમને કોઈ બીમારી ન હતી. પરંતુ રસીકરણ બાદ લોહીમાં રહસ્યમય ગડબડી આવી ગઈ. ડેઈલી મેઈલ સાથે વાત કરતા હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ કહ્યું કે 'મારા પતિના મોતનો સીધો સંબંધ ફાઈઝરની રસી સાથે છે કારણ કે તેને લગાવતા પહેલા તેમની દરેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી તેમને કોઈ બીમારી ન હતી.
નેકેલમાને વધુમાં કહ્યું કે 'ડોક્ટરોએ કેન્સરની પણ તપાસ કરી હતી તેમની અંદર કશું ખોટું જોવા મળ્યું નહતું. ડોક્ટર ગ્રેગરી રેગ્યુલર એક્સસાઈઝ કરતા હતા સિગરેટ પણ પીતા નહતા. આ ઉપરાંત તેઓ ક્યારેક દારૂ પીતા હતા.
ફાઈઝરે ડોક્ટર ગ્રેગરીના મોત પર કરી સ્પષ્ટતા
ડોક્ટર ગ્રેગરી માઈકલના મોત બાદ ફાઈઝરે સ્પષ્ટતા કરી છે. પ્રવક્તાએ કહ્યું કે અમને ડોક્ટર ગ્રેગરીના મોતની જાણકારી છે તેની તપાસ કરી રહ્યા છીએ.હાલ અમે નથી માનતા કે ડોક્ટર ગ્રેગરીના મોત સાથે ફાઈઝર રસીને કોઈ સીધો સંબંધ છે.
રસી લગાવ્યાંના 3 દિવસ બાદ જોવા મળ્યું હતું રિએક્શન
ડોક્ટર ગ્રેગરીના પત્નીએ જણાવ્યું કે રસી લગાવ્યાં બાદ તરત કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી ન હતી. પરંતુ 3 દિવસ બાદ તેમના હાથ અને પગ પર લાલ ચકામા જોવા મળ્યા હતા. જ્યારે તેમણે માઉન્ટ સિનાઈ મેડિકલ સેન્ટરમાં પોતાની તપાસ કરાવી તો ખબર પડી કે તેમની પ્લેટલેટ્સ ખુબ ડાઉન થઈ ગઈ છે તે ઝીરો સુધી થઇ ગયા હતા. જ્યારે સામાન્ય રીતે પ્લેટલેટ્સ કાઉન્ટ 150000 થી 450000 વચ્ચે રહે છે. હેઈદી નેકેલમાને જણાવ્યું કે પ્લેટલેટ્સને બાદ કરતા લોહીની તમામ તપાસ નોર્મલ હતી ત્યારબાદ ડોક્ટરોને લાગ્યું કે આ ભૂલથી થયું છે.આથી ફરીથી તપાસ કરવામાં આવી તો 1 પ્લેટલેટસ જોવા મળી. ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરાયા અને ડોક્ટરોની ટીમ પ્લેટલેટસ કાઉન્ટ વધારવા માટે 2 સપ્તાહ સુધી કોશિશ કરતી રહી.પરંતુ કોઈ ફાયદો થયો નહી. સતત પ્લેટલેટની કમીના કારણે તેમના hemorrhagic stroke થયો અને પછી તો ગણતરીની મિનિટોમાં તેમનું મોત થઈ ગયું.
નોંધનિય છે કે કોરોનાની રસી મામલે કંપની તપાસ કરી રહી છે કારણ કે તમામ પરીક્ષણો પછી જ રસીને મંજૂરી આપવામાં આવી છે અને રસી લેવી સુરક્ષિત હોવાનું કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બાઈડનની શપથવિધિ સમારંભ યોજાશે, વ્હાઈટ હાઉસ છોડીને ટ્રમ્પ જાણો ક્યા જશે ?
2021-01-20 18:46:55
સુરતમાં પત્નીનું અકસ્માતમાં મોત ખપાવનાર પતિની હકીકત સામે આવી તો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી
2021-01-20 18:12:48
નશાના સોદાગર....ATSની વધુ એક સફળતા, 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી
2021-01-20 17:47:21
રાજકોટના બામણબોર પાસે ડમ્પર પાછળ આઈસર ઘુસી જતા 2ના મોત, 4 ઈજાગ્રસ્ત
2021-01-20 16:42:09
અંધશ્રધ્દ્રા, પ્રેમીએ પ્રેમિકાને પોતાના વશમાં કરવા માટે પહેલાં તંત્ર-મંત્રનો સહારો લીધો પ્લાન નિષ્ફળ જતા....
2021-01-20 16:36:06
ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી PM મોદી ખુશ, જાણો ટ્વીટ કરીને આખી ટીમ માટે શું કહ્યું ?
2021-01-19 15:09:44
વીડિયો, આખરે કેમ પાકિસ્તાનમાં લાગ્યા મોદી મોદીના નારા...પોસ્ટર્સમાં પણ દેખાયા PM મોદી
2021-01-18 15:45:29
ચીનમાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળતા ચકચાર, 3 સેમ્પલ પોઝિટિવ
2021-01-17 13:15:50
કોરોના વાયરસની રસી માટે ભારત સામે તાકીને બેઠું છે પાકિસ્તાન, શું પાકને મળશે રસી ?
2021-01-17 12:26:08