ઇમાનદાર અને સાચા કર્મચારીઓને બદલીમાં અન્યાય ન થવો જોઇએ
સ્ટેટ જીએસટી વિભાગમાં કેટલાક કર્મચારીઓ સાથે ખરેખર ખેલ થઇ ગયો છે !
મોબાઇલ સ્કવોર્ડમાં જવા માટે સેટીંગ કરનાર આ અધિકારી કોણ છે ?
અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં કેટલીક મલાઇદાર જગ્યાઓ માટે સતત લોબિંગ થતું હોય છે અને જો આ પ્રમાણે પણ મેળ ન પડે તો પછી ક્યાંકને ક્યાંક રૂપિયાના વહીવટની વાતો આવે છે, ટૂંક સમયમાં જ રાજ્યમાં મોબાઇલ સ્કવોર્ડની બદલીઓ આવવાની છે, આ જગ્યા એવી હોય છે જ્યાં અધિકારીઓ- કર્મચારીઓ રૂપિયા કમાઇ શકે છે, તેના માટે જોરદાર લોબિંગ પણ થાય છે, હવે આ બદલીઓની રાહ જોઇને કેટલાક બાબુઓ બેસી રહ્યાં છે, આ બધાની વચ્ચે થયું છે એવું કે સ્ટેટ જીએસટી વિભાગમાં નવા કમિશન તરીકે આઇએએસ અધિકારી આરતી કંવર આવ્યાં છે. તેઓ દરેક વસ્તુ વિચારીને નિર્ણય કરી રહ્યાં છે, જેથી તેઓ શું નિર્ણય કરે છે તે ખબર નથી અને એક જોઇન્ટ કમિશન કક્ષાના અધિકારીએ કાંડ કરી નાખ્યો હોવાની ચર્ચાઓ કેટલાક પીડિત કર્મચારીઓ જ કરી રહ્યાં છે. (આવા અધિકારી કમિશનર કક્ષાના અધિકારીને વાતોમાં ફેરવીને તેમનો વિશ્વાસ જીતીને તેમનું કામ કઢાવી લેતા હોય છે)
એક અધિકારીએ પોસ્ટિંગના નામે રૂપિયા ખંખેર્યા હોવાના કેસમાં તપાસ કરો
થોડા સમય પહેલા જ્યારે બદલીઓ માટે ફાઇલો ઉપર નીચે થઇ રહી હતી, ત્યારે જ મોબાઇલ સ્કવોર્ડમાં પોસ્ટિંગ માટે કેટલાક કર્મચારીઓ આ જોઇન્ટ કમિશનર પાસે ગયા હતા, તેમને કહ્યું કે મલાઇદાર પોસ્ટિંગ માટે વહીવટ જ કરવો પડે, અને મોબાઇલ સ્કવોર્ડમાં પૈસા તો આવવાના જ છે, જેથી રાતોરાત લાખો રૂપિયા કમાઇ લેવાના સપના જોનારા કેટલાક કર્મચારીઓએ રૂપિયા પણ આપી દીધા હોવાની તેજ ચર્ચાઓ થઇ રહી છે, હવે થયું છે એવું કે હાલમાં જ નવા કમિશનરે ચાર્જ લીધો છે, જેથી આ જોઇન્ટ કમિશનર ભરાઇ ગયા છે, પીડિતો પૂછી રહ્યાં છે અમારું શું થશે હવે ? આ જોઇન્ટ કમિશનરની પાસે હવે તુક્કો માર્યા સિવાય કોઇ રસ્તો પણ દેખાતો નથી.
આ કેસમાં કદાચ એવું પણ બને કે ઉઘરાણા કરનારા બાબુ કોઇ જુગાડ કરીને તેમના માનિતા કર્મચારીઓને મોબાઇલ સ્કવોર્ડમાં ગોઠવી પણ દે, જો કે હાલની સ્થિતી જોતા તો એવું લાગી રહ્યું છે કે બદલીઓમાં ન વિચારેલું કંઇક થવાનું છે, ત્યારે સ્ટેટી જીએસટી વિભાગના નવા આઇએએસ અધિકારી આરતી કંવરે આવા તકવાદી અધિકારીઓથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આરતી કંવરની છબી પહેલાથી ઇમાનદાર કહી છે.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી | 2026-01-14 12:24:30
સુરત ફરી શર્મસાર: સરથાણામાં 57 વર્ષીય નરાધમે 6 વર્ષની માસૂમ પર ગુજાર્યો બળાત્કાર | 2026-01-12 18:19:07
પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગબાજી કરી | 2026-01-12 13:58:13
અમદાવાદ રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ અને પશુઓને ચારો આપવા પર પ્રતિબંધ, 10 સભ્યોની સ્પેશિયલ ટાસ્કફોર્સની રચના | 2026-01-11 11:00:37