Sat,20 April 2024,2:02 pm
Print
header

પશ્ચિમ બંગાળઃ અભિષેક બેનર્જીની રેલી પહેલા TMC નેતાના ઘરે બ્લાસ્ટ, 2 લોકનાં મોત

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

ટીએમસી બૂથ પ્રમુખના ઘરે બોમ્બ બનાવવામાં આવતા હોવાનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરે મોડી રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર છે. આ ઘટનામાં બે લોકોના મોત થઇ ગયા છે. જો કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આજે મેદિનીપુરમાં TMC મહાસચિવ અને CM મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પહેલા આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તેઓ મેદિનીપુરના કોંટાઈમાં જનસભાને સંબોધવાના છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટના મેદિનીપુરના ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અર્જુન નગર વિસ્તારમાં બની હતી. અહીં રહેતા ટીએમસી બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ પછી પોલીસે ઘટના સ્થળેથી બે મૃતદેહો બહાર કાઢ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ બનાવવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

TMC નેતાના ઘરે ક્રૂડ બોમ્બથી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટમાં ટીએમસી કાર્યકર ઘાયલ થવાના સમાચાર છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી. બીજી તરફ ભાજપે આ મામલે NIA તપાસની માંગ કરી છે.    

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch