Wed,15 July 2026,12:39 am
Print
header

ગુજરાતના આ શહેરમાં PSI રૂ. 40 હજારની લાંચ લઇને ભાગ્યા, ACB કરી રહી છે કાર્યવાહી

  • Published By Panna Patel
  • 2026-07-07 09:59:19
  • /

ભૂજઃ ફરીયાદીની વિરુદ્ધમાં વાયોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં હેરાન નહીં કરવા તેમજ ફરિયાદીની ફેક્ટરીને ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરે (PSI) ફરિયાદી પાસે રૂ 50,000 ની લાંચની માંગણી કરી હતી.

લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને એ.સી.બી, ગાંધીધામ ખાતે આવીને ફરિયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદી સાથે આરોપીએ વાતચીત કરી રકઝક બાદ રૂ. 40,000 લાંચની રકમ  ગાયત્રી મંદિરના ગેટ પાસે સ્વીકારી હતી, જો કે તેને એસીબીની ટીમની આશંકા જતા રૂ. 40,000 લઇને ભાગી ગયા હતા. જેમની શોધખોળ થઇ રહી છે.

ટ્રેપિંગ અધિકારી : જે.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છ (પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ ,મદદનીશ નિયામક, એ.સી.બી., બોર્ડર એકમ, ભૂજ 

ઇન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, રાજકોટ 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch